યહોવાના મંદિરમાં રોપાયેલા
(ગીતશાસ્ત્ર ૯૨:૧૩-૧૪)
યહોવાના મંદિરમાં ,રોપાયેલા અમે રોપા
ઘડપણ માં ફળદાયક,રસે ભરેલા લીલા
ખીલી રહીશું ઇસુ ,તારા આંગણાના રોપા
….. ઘડપણ માં ફળદાયક…..
૧.) જીવન મુસાફરીમાં,જોયા છે સુખ:દુઃખ ઝાઝા
તેમાં પણ પ્રભુ તારા ,ઉપકારો છે અતિ ઝાઝા
ખીલી રહીશું ઇસુ ,તારા આંગણાના રોપા
ઘડપણ માં ફળદાયક ,રસે ભરેલા લીલા
(યશાયા ૪૬:૪)
૨.) ઠેઠ સુધી પ્રભુ લાવ્યા,ઊંચકીને અમને ચલાવ્યા
અનંતજીવન તે આપ્યું,ધન્ય ધન્ય ઇસુ મારા
ખીલી રહીશું ઇસુ ,તારા આંગણાના રોપા
ઘડપણ માં ફળદાયક ,રસે ભરેલા લીલા
(ગીતશાસ્ત્ર ૭૧:૧૮)
૩) આવતી પેઢીને હું ,પ્રભુ તારું બળ જણાવું
સર્વ જનોને તારું , પરાક્રમ હું જણાવું
ખીલી રહીશું ઇસુ ,તારા આંગણાના રોપા
ઘડપણ માં ફળદાયક ,રસે ભરેલા લીલા
(ગીતશાસ્ત્ર ૭૧:૯)
૪) શક્તિ ખૂટે ત્યારે ,બળ તારું મને દેજે
હે પ્રભુ મારા યહોવા,સાથ તું મારી રેજે
ખીલી રહીશું ઇસુ ,તારા આંગણાના રોપા
ઘડપણ માં ફળદાયક ,રસે ભરેલા લીલા
(ગીતશાસ્ત્ર ૨૩:૬)
૫) નિશ્ચે મુજ જીવનનાં ,સર્વ દિવસો પર્યંત
આવશે મારી સાથે તુજ ભલાઈ ને તુજ દયા
સદાકાળ સુધી હું ,યહોવાના ઘરમાં રહીશ
કેમકે અમે છીએ ,તેના મંદિર ના રોપા
યહોવાના મંદિરમાં ,રોપાયેલા અમે રોપા
ખીલી રહીશું ઇસુ ,તારા આંગણાના રોપા
ઘડપણ માં ફળદાયક ,રસે ભરેલા લીલા
ઘડપણ માં ફળદાયક ,રસે ભરેલા લીલા
-કૃણાલ ગિરીશભાઈ ચૌધરી