દેવ કહે છે કે પાછલાં દિવસોમાં
દેવ કહે છે કે પાછલાં દિવસોમાં ,
મારી વાતો પૂરી થાય છે ,હાલેલુયાહ …..હાલેલુંયાહ (૨)
સર્વ માણસ પર મારો આત્મા રેડી દઈશ,
તમારા દીકરા દીકરી પ્રબોધ કરશે
તમારા જુવાનો ને દર્શન થશે
તમારા વૃદ્ધો ને સ્વપનો આવશે
…..મારી વાતો પૂરી થાય છે
તે સમય મારા મારા દાસ –દાસીઓ પર
મારો આત્મા હું રેડી દઈશ,અને તેઓ પ્રબોધ કરશે
….મારી વાતો પૂરી થાય છે
ઉપર આકાશમાં અદ્ભુત કામો
પૃથ્વી પર ચમત્કારો દેખાડીશ
પ્રાર્થના કરનાર તારણ પામશે
…મારી વાતો પૂરી થાય છે