Spiritual Ignite Youth

આશાની કબૂલાત

Home > Bible Studies > Gujarati > આશાની કબૂલાત

આશાની કબૂલાત

આપણે આપણી આશાની કબૂલાત દ્રઢ પકડી રાખીએ ,કેમકે જેણે વચન આપ્યું છે તે વિશ્વાસ યોગ્ય છે.– હિબ્રુઓ ને પત્ર ૧૦:૨૩

 

  • મારું ન્યાયીપણું સર્વકાળ ટકશે
  • મારા જીવનમાં અંધારામાં અજવાળું થશે
  • મારું ભલું જ થશે
  • મારું કામ હું ડહાપણ થી ચલાવીશ
  • હું કદી પણ ડગીશ નહિ
  • હું માઠા સમાચાર થી બીહીશ નહીં
  • મારું હ્રદય યહોવા પર ભરોસો રાખીને દ્રઢ રહેશે
  • મારું અંત:કરણ સ્થિર રહેશે
  • મારા શત્રુઓ પર જીત મેળવતા સુધી હું બીશ નહિં
  • મારું શીંગ માન સહિત ઊંચું થશે
  • મારા ઘરમાં ધન-દૌલત થશે
  • હું મોકળે હાથે દરિદ્રીઓ ને આપીશ
  • મારી સ્ત્રી મારા ઘરના અંત:પૂરમાં ફળવંત દ્રાક્ષાવેલા જેવી થશે
  • મારા છોકરા મારી મેજ ની આસપાસ જૈતુન વૃક્ષના રોપા જેવા થશે
  • મારા સંતાન પૃથ્વી ઉપર બળવાન થશે
  • મારા વંશજો આશીર્વાદ પામશે
  • ગીતશાસ્ત્ર ૧૧૨

 

જયારે આપણે દેવનાં વાયદાઓ આપણા મુખ દ્વારા કબુલાત કરીએ છીએ ત્યારે એ આપણા જીવનોમાં પરિપૂર્ણ થવાની શરૂઆત થઇ જાય છે માટે દરરોજ સવારે આ વચનો ને પોતાનાં મુખ દ્વારા વિશ્વાસ થી બોલો…

More to Bible Studies