ઈસુ પ્રભુ તું મારી સાથે છે,
ઈસુ પ્રભુ તું મારી સાથે છે,જીવન ની આ મુસાફરી માં
ઈસુ પ્રભુ તું મારી સાથે છે,જીવન ની આ મુસાફરી માં
પવિત્ર આત્મા સાથે રહેજો,મને કદી નાં છોડી દેશો
નિત્ય દોરજો,સાથે રહીને,જીવન ની આ મુસાફરી માં
આંખો ઊંચી કરીને જોઉં ,મારો પ્રેમી આવશે ક્યારે
વાદળો ઉપર આવશે જ્યારે ,ખચિત હું જઈશ સાથે ત્યારે
એક અનોખો મિત્ર મારો,મારે માટે જીવ આપનારો
મિત્ર મારા પાસે રહેજો ,જીવનની આ મુસાફરી માં