મન પ્રિયતું, મારા પ્રાણ પ્રિય ઈસુ
મન પ્રિયતું, મારા પ્રાણ પ્રિય ઈસુ કયારે આવશે
મારા આંસુ લૂછવાને, મને દિલાસો દેવાને
હે મુજ પ્રભુ વાદળની કરી સવારી કચારે આવશે
૧. મધ્યાકાશે સ્વર્ગીય દૂતો સંગાથ પ્રભુ આવશે
મારે કાજે વિંધાનાર પ્રભુના મુખને હું જોઈશ
પાણી માટે તરસ્યા પક્ષીની પેઠે હું ઝંખુ છું…. મન પ્રિય તું
૨. શ્વેત વસ્ત્રો પહેરીને ફરનાર સંતોનાં સમુદાયમાં
પ્રભુની સન્મુખ આવીને હાલેલુયાહ ગાઈશું
બુધ્ધિશાળી નિર્મળ કન્યા સમાન હું તૈયાર છું…. મન પ્રિય તું
૩. સૂર્ય-ચંદ્ર તારા ગણને પેલે પાર સ્વર્ગીય ઘરે
બેસીસ હું નદી કિનારે જીવન વૃક્ષને છાંયડે
હું ઝંખુ છું હે મારા પ્રિય ઈસુ ઘરે આવવા…. મન પ્રિય તું