Spiritual Ignite Youth

ઈસુ તારી જ ભક્તિ કરીશ હું

Home > Songs > Ignite Youth > ઈસુ તારી જ ભક્તિ કરીશ હું

કરીશ હું ,કરીશ હું,ઈસુ તારી જ ભક્તિ કરીશ હું

*તું છે ઈસુ મારો,તું યહોવા પ્રભુ,
*તું છે પવિત્ર આત્મા ,હે મારા પ્રભુ*

જો કે મરકી આવે,ને તોફાનો આવે
વાવાઝોડા આવે ને,ને ધરતી હાલે
….કરીશ હું …ઈસુ જ તારી ભક્તિ કરીશ હું

તું છે કિલ્લો મારો,ને ગઢ છે મારો
સંતાવા ની જગા,ને આશ્રય મારો
….કરીશ હું …ઈસુ જ તારી ભક્તિ કરીશ હું

છોને મિત્રો ત્યાગે,સગા વહાલા છોડે
એકલો હું પડું,તોયે સ્તુતિ કરું
….કરીશ હું …ઈસુ જ તારી સ્તુતિ કરીશ હું

ભલે દેવળ બંધ થાય,ભેગા નાં યે મડાય
તો પણ ભક્તિ કરું,પાછો નહીં હું પડું
….કરીશ હું …ઈસુ જ તારી ભક્તિ કરીશ હું

More Songs