*આધ્યાત્મિક નુકશાન*
*આધ્યાત્મિક નુકશાન*
તેમણે તેઓની માગણી પ્રમાણે તેમને આપ્યું; પણ તેઓને આત્મિક નુકસાન થયું.
ગીતશાસ્ત્ર 106:15
આપણા જીવનમાં રહેલી અદ્ર્શ્ય મૂર્તિઓ આપણ ને આધ્યાત્મિક નુકશાન તરફ લઈ જાય છે.
– જ્યારે જ્યારે આપણે પ્રભુ ઈસુ પાસે માંગીએ છીએ ત્યારે પ્રભુ આપણને આપે જ છે.કેમકે આપણે સ્વર્ગીય પિતાના દીકરા દીકરીઓ છીએ.
– પણ શું આપણે ફક્ત આપણા પૃથ્વી પરના જીવન માટે ભૌતિક વાનાઓ માંગીએ છીએ ?
– શું આપણે દેવ પાસે ફકત ઘર,નોકરી,ધંધો,નફો,દ્રવ્ય, બાળકો,કે દ્ર્શ્ય વાના ઓ માંગીએ છીએ?
– શું આપણે દેવ પાસે ફક્ત દ્ર્શ્ય અને ભૌતિક વાનાં ઓ માંગીએ છીએ?
– શું આપણે પોતાની ઈચ્છા પ્રમાણે માંગીએ છીએ કે ઇશ્વર ની સિદ્ધ ઈચ્છાઓ પ્રમાણે ?
આધ્યાત્મિક નુકશાન ખૂબ મોટું નુકશાન છે
આધ્યાત્મિક નુકશાન અનંતકાળ નું નુકશાન છે
આધ્યાત્મિક નુકશાન ન ભરપાઈ થઈ શકે એવું નુકશાન છે.
ઈબ્રાહિમ : આ વ્યક્તિ ને યહોવા દેવે દીકરાનું દાન આપ્યું પરંતુ પ્રભુ જોઈ રહ્યા હતા કે ઈબ્રાહિમ નું ધ્યાન પોતાના દીકરા તરફ વધારે પડતું થઈ રહ્યું હતું. વૃદ્ધ ઉંમર માં મળેલો દીકરા રૂપી આશીર્વાદ તેને એક આધ્યાત્મિક નુકશાન તરફ લઈ જાય તેવી સંભાવના ઊભી થઈ હતી.આજ દીકરો એક રીતે તેની મૂર્તિ બની ગયો હતો.
તેથી જ દેવે ઈબ્રાહિમ ની પરીક્ષા કરી,અને પોતાના દીકરા નું બલિદાન આપવાનું ઈબ્રાહિમ ને કહેવામાં આવ્યું જેથી ઈબ્રાહિમ ખૂબ મોટા આધ્યાત્મિક નુકશાન માંથી બચી જાય.
શું આપણા જીવનમાં આપણે કોઈ વસ્તુ વ્યક્તિ. ને વધારે પ્રેમ કરીએ છીએ ? એને ઈશ્વર કરતા વધારે મહત્તમ સ્થાન આપીએ છીએ ? કોઈ વસ્તુ વ્યક્તિ પ્રત્યે ખ્રિસ્ત કરતા વધારે લગાવ છે ? જો હા તો આપણે આધ્યાત્મિક નુકશાન તરફ જઈ રહ્યા છે. આપણા આધ્યાત્મિક નુકશાન નું કારણ આપનાં બાળકો, માતા પિતા કે નોકરી કે ધંધો કે મિલકત કે દ્રવ્ય કે મિત્રો તો નથી ને ? વિચાર કરીએ આજે જ આપને કોઈ આધ્યાત્મિક નુકશાન તો નથી વેઠી રહ્યા ને ?
આપણે ખ્રિસ્ત સાથે નાં શાંત સમય ને બીજા કોઈ વ્યક્તિ વસ્તુ ને તો નથી આપી દિધો ને ?
આપણે સ્તુતિ આરાધના અને ખ્રિસ્ત નાં જીવંત વચનો થી દુર તો નથી ગયા ને. ?
આજે જ મનોમંથન નો દિવસ છે.વિચાર કરીએ આપનો મોબાઈલ કે સોશિયલ મીડિયા તમારું આત્મિક નુકશાન તો નથી કરી રહ્યાં ને ..?