*આધુનિક મૂર્તિપૂજા*
*આધુનિક મૂર્તિપૂજા*
ખ્રિસ્તી લોકો દેવની આજ્ઞા ને અનુસાર કોઈ મૂર્તિ ને નમતા નથી અને તેની ભક્તિ કરતા નથી,
તું તારે માટે કોઈ કોરેલી મૂર્તિ ન કર. ઉપર આકાશમાંની કે નીચે ભૂમિમાંની કે ભૂમિની નીચેનાં પાણીમાંની કોઈ પણ ચીજની [પ્રતિમા] ન કર. તું તેઓની આગળ ન નમ, ને તેઓની સેવા ન કર; કેમ કે હું તારો ઈશ્વર યહોવા આસ્થાવાન ઈશ્વર છું,
નિર્ગમન 20:4-5
જૂના કરાર માં ઘણા બધા રાજાઓ તેમજ યહૂદી પ્રજા એ મૂર્તિપૂજા કરવા લાગ્યા હતા ,વિદેશી લોકોના દેવી દેવતા ઓ ને પોતાના કરી લીધા હતા અને આ પાપ ને લીધે યહોવા પરમેશ્વર વારંવાર તેઓને શિક્ષા કરતા હતા અને તેઓ સંકટ માં આવી પડતાં હતાં.
મુસા જ્યારે પર્વત પર દેવને મળવા માટે ગયો તે સમયે હારુન તથા ઇઝરાયેલી પ્રજા એ સોનાનું વાછરડું બનાવીને તેની સ્તુતિ કરવાનું શરૂ કરીને જીવતાં દેવને રોષ ચઢાવ્યો હતો.
*યહોવા પરમેશ્વર એ આસ્થાવાન દેવ છે.જે પોતાની સ્તુતિ તેમજ મહિમા કોઈ બીજી વ્યક્તિ,મૂર્તિ કે માણસ ને આપવા દેતા નથી.*
*મૂર્તિ નો સીધો અને સરળ અર્થ એ છે કે, જે સ્થાન દેવનું છે તે સ્થાન બીજી કોઈ વ્યક્તિ કે વસ્તુ ને આપવું.*
*સૌથી પ્રથમ સ્થાન જીવતાં ઈશ્વર નું જ છે.*
અને જો તમે અને હું એ સ્થાન બીજી કોઈ નિર્જીવ વસ્તુ કે સજીવ વ્યક્તિ ને પણ આપો તો એ નિર્જીવ વસ્તુ તમારી મૂર્તિ છે.અને એ સજીવ વ્યક્તિ તમારી મૂર્તિ છે.
તમારી મિલકત તમારી મૂર્તિ હોય શકે છે.
તમારા દીકરા દીકરી તમારી મૂર્તિ હોઈ શકે છે.
તમારા માતા પિતા તમારી મૂર્તિ હોય શકે છે.
તમારું ધન દ્રવ્ય તમારી મૂર્તિ હોય શકે છે.
તમારી સંસ્થા તમારી મૂર્તિ હોય શકે છે.
તમારી પત્ની કે પતિ તમારી મૂર્તિ હોય શકે છે
તમારી ખેતીવાડી તમારી મૂર્તિ હોય શકે છે.
તમારું કેરિયર અભ્યાસ તમારી મૂર્તિ હોય શકે છે.
તમારી નોકરી ધંધો તમારી મૂર્તિ હોય શકે છે .
તમારો મોબાઈલ સ્માર્ટ ફોન તમારી મૂર્તિ હોય શકે છે.
તમારું સોશ્યલ મીડિયા તમારી મૂર્તિ હોય શકે છે.
તમારા મિત્રો સબંધીઓ તમારી મૂર્તિ હોય શકે છે.
આજે આપનાં જીવન માં વિચાર કરવાની જરૂર છે *શું આ પ્રકારનાં મૂર્તિપૂજક આપણે તો નથી ને* ?શું આજે પણ આપણે દેવનાં પ્રથમ સ્થાન ને મહત્વ ન આપીને બીજી કોઈ વ્યક્તિ,વસ્તુ ને પ્રથમ સ્થાન તો નથી આપવા માંડ્યા ને ?
સરળ ભાષા માં – *“ખ્રિસ્ત ઈસુ જીવતાં દેવ કરતા વિશેષ પ્રેમ બીજી કોઈ વસ્તુ – વ્યક્તિ ને કરવો એટલે જ મૂર્તિ પૂંજા”*
ઈસુએ ઉત્તર આપ્યો, “પહેલી એ છે કે, ઓ ઇઝરાયલ સાંભળ; પ્રભુ આપણો ઈશ્વર તે પ્રભુ એક જ છે; અને તારા પૂરા હ્રદયથી, ને તારા પૂરા જીવથી, ને તારી પૂરી બુદ્ધિથી, ને તારા પૂરા સામર્થ્યથી, પ્રભુ તારા ઈશ્વર પર તું પ્રેમ કર. અને બીજી એ છે કે જેમ તું પોતાના પર પ્રેમ કરે છે તેમ તારા પડોશી પર પ્રેમ કર તેઓ કરતાં બીજી કોઈ મોટી આજ્ઞા નથી.”
માર્ક 12:29-31
વિચાર કરીએ ✝️વધસ્તંભ નું ઊભું લાકડું પ્રથમ દેવ પ્રત્યેના પ્રેમ ને દર્શાવે છે.જે સૌથી મોટી આજ્ઞા છે.અને બીજી આજ્ઞા માણસો પ્રત્યે પ્રેમ કરવા માટેની આજ્ઞા છે.જે ✝️વધસ્તંભ નું આડું લાકડું છે.ફકત એક લાકડા થી વધસ્તંભ બની શકતો નથી તેથી પ્રથમ આજ્ઞા દેવ પ્રત્યે પ્રેમ કરીએ અને એકબીજા પ્રત્યે પ્રેમ કરીએ .દેવનું સ્થાન બીજી કોઈ વ્યક્તિ ને કે વસ્તુ ને આપણે આપતાં હોય તો આ મૂર્તિ પૂજા ને આજે જ ત્યજી દઈએ..આજે જ મનોમંથન કરવાનો દિવસ છે.