Spiritual Ignite Youth

પરેમશ્વર ની હજુરનું આચ્છાદન

Home > Daily Rhema > પરેમશ્વર ની હજુરનું આચ્છાદન
No Image

*માણસના કાવતરાંથી તમારી હજૂરના આચ્છાદાન વડે તમે તેઓને ઢાંકીને બચાવશો; જીભના કંકાસથી તમે તેઓને માંડવામાં સંતાડી રાખશો.*
ગીતશાસ્‍ત્ર 31:20

આપણે અગાઉ નાં મનન માં જોયું તે પ્રમાણે શૈતાન અનેક રીતે મનુષ્ય નો ઉપયોગ કરીને પોતાની યોજના ઓ દેવના લોકો ની વિરૃદ્ધ અજમાવે છે.
આપણી આજુ બાજુ ઘણા એવા લોકોનું સંઘઠન હોય છે ,જે જગતનાં આત્મા થી પ્રેરણા મેળવતા હોય છે.જે ખ્રિસ્ત વિરોધી નો આત્મા છે.
અને ખ્રિસ્ત ની મંડળી વિરુદ્ધ ,દેવના અભિષેક પામેલા સેવકો અને વિશ્વાસીઓ વિરુદ્ધ આ માણસો અલગ અલગ કાવતરા ઓ ઘડતા હોય છે.આ લોકો શેતાન અને તેના એજન્ટો હોય છે.
જેઓના કાવતરા મંડળીનાં કુટુંબોને તોડવા ,
દેવનાં સેવકો ને અલગ અલગ કાવતરા ઓ થી પાડી નાખવા
દેવના લોકો ને ખ્રિસ્ત થી દુર લઈ જવા
દેવના લોકો ને ભ્રાંતિ (ભૂલ) માં રાખવા
દેવના લોકો ને સત્ય નું જ્ઞાન ન થવા દેવું
તેઓનું સંઘઠન હોય છે તેઓ ટીમ વર્ક કરીને દેવની મંડળી ને તોડે છે અને દેવના લોકો ને પ્રભુ થી દુર લઈ જાય છે.

જેવી રીતે આપણે પ્રાર્થના કરીયે છીએ તેઓ પણ પ્રાર્થના કરે છે પણ તે જીભ ના કંકાસ સમાન હોય છે.ખ્રિસ્ત ના લોકો પોતાની જીભ વડે આશીર્વાદ બોલે છે.જયારે આવા શૈતાન ના એજન્ટ દેવની મંડળી અને સેવકો ની વિરુદ્ધ શ્રાપ ના શબ્દો બોલે છે.કુટુંબો ની વિરુદ્ધ શ્રાપ ના શબ્દો બોલે છે.

આવા એજન્ટો ની પ્રવૃત્તિ અને કાવતરા ને અને જીભ ના કંકાસ ને કારણે મંડળી આજે બંધાયેલી છે,સાંકળો થી કેમકે દેવનું સત્ય તેઓથી સંતાડી રખાયેલું છે.

પણ આજે દરેક મંડળી એ ઉભા થવાની જરૂર છે.
જો મંડળી કે તેના સેવકો દેવનાં હજુર ના આચ્છાદન માં છે તો દેવ તમને ઢાંકી ને બચાવશે.

*હજુર નું આચ્છાદન શું છે?*
હજૂરી એટલે દેવની હાજરી
જે વ્યકતિ દેવની હાજરી નાં સબંધમાં છે
જે વ્યકતિ દેવની સાથે નિત્ય સમય ગાળે છે
જે વ્યકતિ રોજ ઈશ્વરનાં વચન માં તેમની ઈચ્છા શોધે છે
જે વ્યકતિ રોજ તેમની સ્તુતિ કરતો રહે છે
જે વ્યકતિ દરેક સમય પવિત્ર આત્મા ની દોરવણી પ્રમાણે ચાલે છે
તે વ્યક્તિ *સર્વશક્તિમાન દેવ તરફથી અભિષેક* પામે છે
*અભિષેક* એજ *દેવની હજુર નું આચ્છાદન* છે.
*અભિષેક* ઝુસરીને તોડે છે.
*અભિષેક* આપનો ભાર ઊંચકી લે છે.
*અભિષેક* માણસનાં કાવતરા થી રક્ષણ કરે છે.
*અભિષેક* એ દેવનું દૈવી રક્ષણ છે.
અભિષેક દ્વારા દેવ આપણને ઢાંકી ને રાખે છે.

લાગુકરણ:-
દેવની હજૂરી માં નિત્ય સમય કાઢી ને વ્યક્તિગત રીતે આવીએ તો પ્રભુ તેમના હજૂરના આચ્છાદાન (આત્માના અભિષેક) વડે આપણને ઢાંકી ને બચાવશે.

More Rhema