Spiritual Ignite Youth

*ખોટી શિખામણ – દુષ્ટ સલાહ* – ⚰️મૃત્યુ તરફ લઈ જાય છે.

Home > Daily Rhema > *ખોટી શિખામણ – દુષ્ટ સલાહ* – ⚰️મૃત્યુ તરફ લઈ જાય છે.
No Image

http://igniteyouth2018.blogspot.com/2021/07/blog-post_28.html

*-: દૈનિક રેહ્ના વચન :-*
↩️ *ખોટી શિખામણ – દુષ્ટ સલાહ* – ⚰️મૃત્યુ તરફ લઈ જાય છે.

શાસ્ત્રવાંચન : ૨જુ કાળવૃતાંત ૨૨:૧-૭

📜 *નેકીવાનના વિચાર ભલા હોય છે, પણ દુષ્ટોની સલાહ કપટભરી હોય છે.*
નીતિ. 12:5
📜 આહાબના કુટુંબની જેમ અહાઝયાહએ *ઈશ્વરની દ્રષ્ટિમાં જે ખોટું* હતું તે કર્યુ, કારણ કે તેના પિતાના મૃત્યુ પછી તેઓ તેનો નાશ થાય એવાં *સલાહસૂચનો* આપતા હતા. અને તે તેઓની *ખોટી સલાહ* માનતો હતો; રામોથ ગિલ્યાદ તરફ હઝાએલની વિરુદ્ધ યુદ્ધ કરવા માટે તે ઇઝરાયલના રાજા, આહાબના દીકરા યોરામ સાથે ગયો. અરામીઓએ યોરામને ઘાયલ કર્યો.
2 કાળ. 22:4‭-‬5

સુલેમાન નું રાજ્ય બે ભાગમાં વિભાજીત થઈ ગયું હતું,ઇઝરાયેલ અને યહુદિયા-યરૂશાલેમ , ઇઝરાયેલ પર દુષ્ટ રાજા આહબ નાં વંશજ યહોરામ રાજ્ય કરતા હતા જ્યારે યહુદિયા,માં યહોસાફાત જેવો દેવનો  પસંદ પડે તેવો રાજા રાજ્ય કરતો હતો પરંતુ તેનો દીકરો યહોરામ તેના પિતા ને માર્ગે ચાલ્યો નહિ.અને તેનો પુત્ર અહાઝ્યા રાજ કરવા લાગ્યો.

🤴યહોશાફાટ (ભલો રાજા)- નો પુત્ર યહોરામ (દુષ્ટ રાજા) – નો પુત્ર આહઝ્યા (દુષ્ટ રાજા)

*યહોરામ રાજા ની પત્ની : અહઝ્યા ની માતા અથાલ્યા*
– દુષ્ટ રાણી હતી🧛🏻‍♀️
– દુષ્ટ કૃત્યો કરવાની સલાહ આપતી હતી
– ખોટી શિખામણ આપતી હતી

અહઝયા રાજા :-🤴
📌યહોવાની દ્રષ્ટિ માં ભૂંડું હતું તે કર્યું
📌ખોટી શિખામણ નો સ્વીકાર કર્યો
📌આહાબ નાં પુત્ર યહોરામ ની સાથે યુદ્ધ કરવા ગયો
📌અહઝ્યાં રાજા , યહોરામ (જે બીમાર હતો) તેને જોવા ગયો તેથી દેવ તરફ થી તેનો નાશ નિર્મિત હતો
📌 યહોવા નાં અભિષિક્ત યેહુ ની સામે જવાથી તેનો નાશ થયો.

*લાગુકરણ:-*
આપણે દુષ્ટ સલાહ આપનારા લોકો ની શિખામણ માનવી જોઈએ નહિ.
દુષ્ટ સલાહ આપણને ઘણી બધી વખત યોગ્ય અને વ્યાજબી લાગતી હોય છે પણ તે મૃત્યુ તરફ લઈ જાય છે.
મનો મંથન કરીએ ,વિચાર કરીએ કે આપણે કોની સલાહ માનીએ છીએ.
*પવિત્ર આત્મા દેવ એ ઉત્તમ સલાહકાર છે.તેમનો ધીરો મીઠો પ્રેમી અવાજ સંભાળી ને તેમની સલાહ નો સ્વીકાર કરીએ.તો આપણા જીવનમાં કપટી સલાહ સૂચનો થી બચી જઈશું.અને ખ્રિસ્ત કે જે આપણા તારનાર છે તેને માર્ગે ચાલી શકીશું.*

More Rhema