ખ્રિસ્તનાં મૂલ્ય ની કદર કરીયે
*ખ્રિસ્તનાં મૂલ્ય ની કદર કરીયે*
કેમ કે મૂલ્ય આપીને તમને ખરીદવામાં આવ્યા હતા; તો તમારા શરીર દ્વારા ઈશ્વરને મહિમા આપો.
કરિંથીઓને પહેલો પત્ર 6:20 GUJOVBSI
https://bible.com/bible/1691/1co.6.20.GUJOVBSI
હું ઘણી બધી સરકારી નોકરી માટેની પરીક્ષાઓ આપતો હતો,અને મારો મિત્ર પણ તેજ પ્રમાણે પરીક્ષાઓ આપતો હતો,ઘણી બધી વખત મારા મિત્રનું ફોર્મ અને ફી હું ભરી દેતો,અથવા કોઈ વાર મારો મિત્ર મારુ ફોર્મ અને ફી ભરી દેતો.અમે એક બીજાના ભરેલા ફોર્મ અને ફી ની કદર કરતા હતા ,એક વાર એવું બન્યું કે,મારા મિત્ર એ સરકારી નોકરી માટેનું મારું ફોર્મ અને ફી ભરી દીધી,અને મેં પરીક્ષા આપી અને મેરીટ માં આવી ગયો અને મને સરકારી નોકરી પ્રાપ્ત થઈ ગઈ.જો મેં મારા મિત્ર એ આપેલા મૂલ્યની કદર ન કરી હોત અને હું પરીક્ષા આપવા જ ન ગયો હોત અને તેને માટેની મહેનત ન જ કરી હોત તો મને સરકારી નોકરી ન પ્રાપ્ત થતી, આજ સુધી હું કદાચ ખાનગી નોકરી કરતો હોત.
વહાલા મિત્રો , ખ્રિસ્ત જે આપણો પરમ મિત્ર છે,તેમણે પણ બહુ મોટી કિંમત આપણાં માટે ચૂકવી છે,તે માણસોથી ધિક્કારાયેલો તથા તજાયેલો હતો; દુ:ખી પુરુષ ને દરદનો અનુભવી, ને જેને જોઈને આપણે મુખ અવળું ફેરવીએ, એવો તે ધિક્કાર પામેલો હતો, ને આપણે તેની કદર બૂજી નહિ.
યશાયા 53:3 GUJOVBSI
https://bible.com/bible/1691/isa.53.3.GUJOVBSI
*યશાયા ૫૩ એ ખ્રિસ્તએ આપણાં માટે આપેલા મૂલ્ય ની વિગત દર્શાવતો અધ્યાય છે,ઓ વહાલા ઓ આપણાં પાપોને માટે આપણે પોતાની કિંમત ચૂકવી નથી,પરંતુ ખ્રિસ્ત ઈસુ એ ખચીત આપણી કિંમત ચૂકવી છે.ઘણી બધી વખત આપણે ખ્રિસ્તએ આપેલી કિંમત ની કદર નથી કરતા,જગતના મિત્રે આપેલી કિંમત ની કદર કદાચ ન પણ કરીયે ,પણ ખ્રિસ્તનાં મૂલ્ય ની કદર કરીએ.*
પણ ખ્રિસ્ત જે, નિષ્કલંક તથા નિર્દોષ હલવાન જેવા છે, તેમના *મૂલ્યવાન રક્તથી*, તમારો ઉદ્ધાર કરવામાં આવ્યો છે
પિતરનો પહેલો પત્ર 1:19 GUJOVBSI
https://bible.com/bible/1691/1pe.1.19.GUJOVBSI
તેઓ નવું કીર્તન ગાતાં કહે છે, “તમે ઓળિયું લેવાને તથા તેની મુદ્રા તોડવાને યોગ્ય છો; કેમ કે તમને મારી નાખવામાં આવ્યા હતા, ને તમે તમારા * રક્તથી ઈશ્વરને માટે સર્વ કુળોના, ભાષાના, પ્રજાના તથા દેશોમાંના [લોકોને] વેચાતા લીધા છે.*
પ્રકટીકરણ 5:9 GUJOVBSI
https://bible.com/bible/1691/rev.5.9.GUJOVBSI