Spiritual Ignite Youth

ખ્રિસ્ત તરફ તમારી દ્રષ્ટિ કરો

Home > Daily Rhema > ખ્રિસ્ત તરફ તમારી દ્રષ્ટિ કરો
No Image

પણ હે યહોવા ઇશ્વર, મારી દષ્ટિ તમારા જ ઉપર છે, તમે મારા આશ્રય છો; મારા આત્માનો નાશ થવા ન દો.
ગીતશાસ્‍ત્ર 141:8

જયારે ઈશ્વર આપણાં જીવનમાં ખૂબ મોટું કાર્ય કરવાનાં હોય ત્યારે શૈતાન પોતાની તરફ આપણાં ધ્યાન ને કેન્દ્રિત કરવા ને માટે પ્રયત્ન કરે છે.

શૈતાન નું શસ્ત્ર :ધ્યાન ભંગ
આ શૈતાન નાં શસ્ત્ર વિશે આપણે કદાચ હજી સુધી સાંભળ્યું નથી,પણ આ તેંનું તેજદાર સશસ્ત્ર છે.
– જયારે શૈતાન મનુષ્ય ના જીવનમાં કાર્ય કરી શકતો નથી ત્યારે તે બીજા મનુષ્ય કે બાહ્ય પરિસ્થિતિ દ્વારા મનુષ્ય નું ધ્યાન ભટકાવી દેવામાં તેની મોટી યોજના છે.
લૂક ૮:૨૨-૩૧ માં આપણે જોઈએ છીએ કે,પ્રભુ ઈસુ અને શિષ્યો સમુદ્ર ને પેલે પાર જવાના હોય છે,અને પેલે પાર એક દુષ્ટ આત્મા વળગેલો વ્યકતિ (સૈના) માંથી પ્રભુ દુષ્ટ આત્માઓ ને હાંકી કાઢવાની યોજના ખ્રિસ્ત ઈસુ ની પાસે હતી.
– આ યોજના નિષ્ફળ જાય માટે શૈતાન સમુદ્ર માં તોફાન લાવે છે.
– શિષ્યો નું ધ્યાન તોફાન તરફ જોઈને નિરાશ અને ચિંતાથી ભરાઈ જાય છે.
– ખ્રિસ્ત ઈસુ આરામ ની નિંદ્રા માં હોય છે.

ખ્રિસ્ત ઈસુ ની પાસે થી શીખ:
તેઓ નિશ્ચિંત છે
તેઓ શાંતિ થી ભરેલા છે
બાહ્ય તોફાનની તેમનાં જીવન પર કોઈ અસર નથી
ખ્રિસ્ત ઈસુ ની શાંતિ જે આંતરિક શાંતિ છે
આંતરિક શાંતિ સર્વ સમજ શક્તિ ની બહાર છે.
આ શાંતિ દ્વારા ખ્રિસ્ત બહાર ની પરિસ્થિતિ ને પણ શાંત કરે છે.
આ જ શાંતિ ને ઈસુ ખ્રિસ્ત સમુદ્ર અને પવન પર બોલે છે.

અને આમ તેઓ તોફાન,આંધી,પવન થી ગભરાતા નથી પણ અધિકાર લઈને તેમની આંતરિક શાંતિ ને બાહ્ય પરિસ્થિતિ ની ઉપર બોલે છે અને પવન તથા સમુદ્ર શાંત થાય છે.

*લાગુકરણ:-
ખ્રિસ્ત ઈસુ જે આપણા વિશ્વાસ નાં અગ્રેસર છે તેની તરફ જોઈએ આપણી શું પરિષ્ટતિથિ છે તે તરફ નહિ,પરંતુ ખ્રિસ્ત તરફ ,આપણા કુટુંબ ની પરિસ્થિતિ વિકટ છે તો એ તરફ નહીં ,આપને બીમાર છીએ તો બીમારી તરફ નહીં,પરંતુ આપણી દ્રષ્ટિ ખ્રિસ્ત તરફ ,તેના વચન તરફ હોવી જોઈએ એ ખૂબ અગત્ય નું છે.*

 

More Rhema