દેવની ઈચ્છા
*આજનું બાઈબલ મનન*
✝️માર્ક ની સુવાર્તા અધ્યાય ૩✝️
*કેમ કે જે કોઈ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કરશે તે જ મારો ભાઈ તથા મારી બહેન તથા મારી મા છે.*”
માર્ક 3:35 GUJOVBSI
https://bible.com/bible/1691/mrk.3.35.GUJOVBSI
ઈશ્વર પિતા એ તા.૧૮ નવેમ્બર ૨૦૧૮ નાં રોજ આપણાં દરેક માટે ઇગ્નાઇટ યુથ માટેની તેમની ઈચ્છાને તેમના સેવક મેથ્યુ થોમસ દ્વારા જણાવી,જે આપણું *તેડું* છે,અને *દર્શન* છે તે પ્રગટ કર્યું,હવે આ તેડાને ઘણા એ પકડી રાખ્યું છે અને ઘણા આ તેડાને ઠોકર મારીને ચાલ્યા ગયા છે,મિત્રો દેવનું આવવું ખુબજ નજીક છે ,માટે આપણી પાસે *તેડા* ની માહિતી છે,એમાં પ્રભુ એ સ્પષ્ટ રીતે જણાવ્યું જ છે કે આપણું ચરિત્ર કેવું હોવું જોઈએ,આપણું ખ્રિસ્તી જીવન કેવું હોવું જોઈયે,આપણે પવિત્ર આત્માથી કેટલા બધા ભરપૂર થવું જોઈએ,બધું જ દેવે પ્રગટ કરી દીધું છે,
*જેઓ મને પ્રભુ પ્રભુ કહે છે, તેઓ સર્વ આકાશના રાજ્યમાં પેસશે એમ તો નહિ, પણ જેઓ મારા આકાશમાંના પિતાની ઇચ્છા પ્રમાણે કરે છે તેઓ જ પેસશે.*
માથ્થી 7:21
આપણે આકાશનાં રાજ્યમાં પ્રવેશ કરવો છે તો દેવની ઈચ્છા પ્રમાણે કરીયે, જો આપણા તારનાર ખ્રિસ્ત ઈસુ પોતે પણ પોતાની ઈચ્છા પ્રમાણે કરતા ન હતા પરંતુ તેઓ પણ પિતાની ઈચ્છા પ્રમાણે કરતા હતા,
*કેમ કે હું મારી પોતાની ઇચ્છા નહિ, પણ જેમણે મને મોકલ્યો છે તેમની ઇચ્છા પૂરી કરવાને આકાશથી ઊતર્યો છું.*
યોહાન 6:38
આજે આપણે પોતાને પૂછીએ શું આપણે દેવની ઈચ્છા પ્રમાણે જીવન જીવી રહયા છે ? કે પોતાની ઈચ્છા પ્રમાણે,જો પોતાની ઈચ્છા પ્રમાણે તો આકાશ નાં રાજ્યમાં આપણે પ્રવેશ કરી શકીશું નહીં,પરંતુ જો આપણે દેવની ઈચ્છા પ્રમાણે જીવન જીવી રહ્યા છે તો ચોક્કસ આકાશ નું રાજ્ય આપણું છે, આ દિવસો માં દેવની ઈચ્છા આ ગૃપ ને માટે એવી છે કે ,દરેક વ્યક્તિ *પ્રાર્થના અને વચન* દ્વારા મજબૂત થાય,અને પ્રાર્થના સાંકળ તેમજ પોતાની વ્યક્તિગત પ્રાર્થનાઓ મજબૂત કરે,અને આપણું જે દરરોજ નું બાઈબલ મનન છે તેમાં પણ ભાગ લે,શું તમે તેમ કરશો?દેવની ઈચ્છા પૂરી કરશો ? આ તમારો વ્યક્તિગત પ્રશ્ન છે…વિચારો,અને કાર્ય કરો. જીવતા ઈશ્વર ખ્રિસ્ત ઈસુનો મહિમા હોજો આમીન…