Spiritual Ignite Youth

હે મારા પ્રાણ તું વ્યાકુળ ન થા

Home > Songs > TPM > હે મારા પ્રાણ તું વ્યાકુળ ન થા

હે મારા પ્રાણ તું વ્યાકુળ ન થા
ઈસુ તારો જીવંત છે
તેના પર આશ્રય જેઓ રાખે છે
લજવાશે તેઓ નહિ કદી

૧. એકલતાનો તું અનુભવ કરે છે
મદદગાર નથી કોઈ તું વિચારે છે
સંગે તારી રહીને મદદ કરનારો
એબેનેઝેર પ્રભુ જીવંત છે

૨. મુશ્કેલીઓથી તું હતાશ છે
ભારથી દબાયેલો તું બેચેન છે
સર્વ ભાર કરી શાંતિ આપનારો
યહોવા શાલોમ જીવંત છે

૩. સંકટના માર્ગે ચાલી થાકી તું ગયો છે
રૂદનની ખીણોમાં ડૂબી ગયો છે
નજર તારા પર રાખી સર્વદા દોરનારો
યહોવા રાહ જીવંત છે

૪. મા તેના દીકરાને ભૂલી જઈ શકે છે
મિત્ર તારો તને તજી શકે છે
કદી નહિ ભૂલીશ તને નહિ તજીશ કહેનારો
એલશદાઈ પ્રભુ જીવંત છે

૫. આશાથી મસ્તક ને આંખો ઊંચી કર
આત્મામાં ઉત્સાહી થઈને વૃદ્ધિ કર
પ્રાણપ્રિય ઈસુ વહેલો આવનારો
મળવાને થઈ જા તું તૈયાર

More Songs